કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૬. પોપટ

From Ekatra Wiki
Revision as of 05:06, 14 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬. પોપટ| }} <poem> પોપટ મૃગસરવરની પાળે, પોપટ કલ્પ(ન)તરુની ડાળે, મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૬. પોપટ

પોપટ મૃગસરવરની પાળે,
પોપટ કલ્પ(ન)તરુની ડાળે,
મનુથી મહમહ મોસમ ગાળે;
પોપટ મઝા કરે.
તપસી જલતીરેય પિયાસી,
ફળ લેલૂંબ અને ઉપવાસી,
એનું આસન જ્યાં ત્યાં કાસી;
પોપટ મઝા કરે.
સરવર સૂતું શાન્ત વિકાલે,
આછી લહર ન એકે હાલે,
જેવું ભાગ્ય લખ્યું છે ભાલે;
પોપટ મઝા કરે.
નભમાં ઝળકે નવલખ મોતી,
એને અનિમિખ આંખ્યું જોતી,
વિરહી પોપટની હે તોતી!
પોપટ મઝા કરે.
(સંકલિત કવિતા, પૃ. ૮૫૨)