કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૧. બારી બહાર

From Ekatra Wiki
Revision as of 09:27, 14 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. બારી બહાર| }} <poem> (વંશસ્થ) વર્ષ્યાં અષાઢી ઘન આજ રે ફરી; વાછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૧. બારી બહાર

(વંશસ્થ)
વર્ષ્યાં અષાઢી ઘન આજ રે ફરી;
વાછંટની શીત લહેર વાઈ ગૈ,
ઝૂમી ઊઠી મત્ત મહેક લીમડી,
ઓઢ્યાં ધરાએ જળ-લ્હેરિયાં ફરી,
ગ્હેક્યા ફરી કંઠ મયૂરના… અરે!
એ તો બધું બારી બહાર…
૭-૭-૬૮
(જળમાં લખવાં નામ, પૃ. ૪૪)