કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૦. હમણાં
Revision as of 10:14, 14 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. હમણાં| }} <poem> (કટાવ) હમણાં નળિયાંમાંથી ટપક્યું એવું નેવું...")
૨૦. હમણાં
(કટાવ)
હમણાં
નળિયાંમાંથી ટપક્યું એવું નેવું –
ફળિયું ફાલ્યું!
હમણાં
આંખો મીંચી બેઠેલું તડકીનું ચકલું
ફડક દઈને ઊડ્યું…
હમણાં
અલક-મલકનું આછેરું અજવાળું
કોણે આંખે આંજ્યું!
વાસણ-કૂસણ ગાર અને ગોરમટી ખીલ્યાં,
ઘર આખાને કોણે માંજ્યું!
હમણાં
રણક ઝાંઝરી ઝણકી
ને કંઈ રતૂમડી ભાતીગળ ભીની યાદ હવામાં લ્હેરી.
હમણાં
કેમે કરતાં સમજ્યું ના સમજાય –
નિરાંતે પછીતને પડછાયે પોરો ખાતી વેળા ડણકી
ને મેં રજવાડી આળસ થોડી ખંખેરી, થોડી પ્હેરી…
હમણાં
ઘુઘરિયાળી ઘોડાગાડી ઘરની પાસે અટકી!
ડિસે. ’૭૧
(જળમાં લખવાં નામ, પૃ. ૮૨)