રિલ્કે/1
Revision as of 05:23, 23 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આગમન|}} {{Poem2Open}} ગુલાબમાં તારી શય્યા છે, પ્રિયા! સૌરભના પૂરમાં...")
આગમન
ગુલાબમાં તારી શય્યા છે, પ્રિયા! સૌરભના પૂરમાં સામા વ્હેણે તરવામાં હું તને ખોઈ બેસું છું ને હવે ગર્ભના ત્રણ ગુણ્યા ત્રણ જેટલા કાળનો આ અન્ધારભર્યો વિચ્છેદ! પણ એમાં તળિયે ડૂબકી મારીને હું ફરીથી નવજન્મ પામીશ. ને એક ક્ષણમાં, એટલે કે કેટલા બધા યુગ પછી, આ નવજન્મના ઉત્સવે નવો સ્પર્શ આપણે અનુભવીશું, ને એકાએક તારા મુખ સામે ઊભા રહીને તારી ઊંચે વાળેલી દૃષ્ટિમાં હું મારો નવો જન્મ પામીશ.