અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/સમુદ્ર પ્રતિ ઉક્તિ
રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં; કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં; એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ; ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં. ૫૭