ઋણાનુબંધ/ઋણાનુબંધ

From Ekatra Wiki
Revision as of 17:07, 18 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઋણાનુબંધ|}} <poem> તું અને હું આપણા દેહ બે પણ પ્રાણ એક— એ વાતને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઋણાનુબંધ


તું અને હું
આપણા દેહ બે પણ પ્રાણ એક—
એ વાતને
સાચી ઠરાવવાના
લાખ પ્રયત્ન-કરીએ છીએ
પણ
આપણી ભીતર તો
સતત રણક્યા કરે છે
અસ્વીકારનું અસ્તિત્વ!
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો—
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી!