ઋણાનુબંધ/શું કહેવાય?

From Ekatra Wiki
Revision as of 06:42, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શું કહેવાય?|}} <poem> સવારને સવાર કહેવાય ફૂલને ફૂલ કહેવાય પણ તા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શું કહેવાય?


સવારને સવાર કહેવાય
ફૂલને ફૂલ કહેવાય
પણ
તારી હાજરીમાં
ચૈતરની ચાંદની રાતની
આહ્લાદક અનુભૂતિ જેવું
મને જે મળે છે
એને શું કહેવાય?