ઋણાનુબંધ/એમ જ
Revision as of 09:16, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એમ જ|}} <poem> કોઈ ગોરી સદ્યસ્નાતા નવોઢા સોનલવર્ણો સાળુ પહેરી...")
એમ જ
કોઈ ગોરી સદ્યસ્નાતા નવોઢા
સોનલવર્ણો સાળુ પહેરી
ઉંબર પર ઊભી રહી
ઘડી અચકાઈ
હળવે પગલે
ઓરડામાં દાખલ થઈ
પલંગ પર પોઢ્યા પ્રિયતમ સમીપ સંચરે
એમ જ
આજની સવાર…