ઋણાનુબંધ/મૃત્યુ
Revision as of 09:17, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુ|}} <poem> બરફ ઓગળી ગયો હશે. સવારનો સૂરજ બારણે ટકોરા દેશ...")
મૃત્યુ
બરફ ઓગળી ગયો હશે.
સવારનો સૂરજ
બારણે ટકોરા દેશે.
હું
ઊઠીને બારણું ખોલીશ.
આંગણામાં ચોમેર છવાઈ ગયેલાં
તારાં પગલાં જેવાં
ડૅફોડિલ્સને
આનંદવિભોર બની
ઘરમાં લાવવા જઈશ
ત્યાં
એકાએક
સૂર્યકિરણોના ધક્કાથી
બારણું વસાઈ જશે
અને
હું
ઘરમાં પ્રવેશી નહીં શકું…