ઋણાનુબંધ/સપનાં
Revision as of 10:15, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સપનાં|}} <poem> સેલ સેલ સેલ સપનાંનું! સૌ કોઈને ભાવભીનું નિમંત્...")
સપનાં
સેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ…
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં જતનથી સેવેલાં
પણ
હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાખવાનાં છે
મારાં સપનાં…!