ઋણાનુબંધ/જાપાનીઝ મેપલ છોડ અને હું

From Ekatra Wiki
Revision as of 11:00, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાપાનીઝ મેપલ છોડ અને હું|}} <poem> ધરતીમાં ઊંડાં ફેલાયેલાં મૂળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જાપાનીઝ મેપલ છોડ અને હું


ધરતીમાં
ઊંડાં ફેલાયેલાં
મૂળિયાંવાળો
ઘરઆંગણે વાવેલો
જાપાનીઝ મેપલ છોડ
વધીને
વૃક્ષ થવા માંડ્યો છે.
હવે એ
દર ઉનાળે
રતુંબડાં પાંદડાં ફરકાવતો
લળી લળીને
પવન સાથે વાતો કરતો
ખડખડ હસશે…

એને
ક્યારેક
જાપાન યાદ આવશે ખરું?

મને મુંબઈ યાદ આવે છે.