ઋણાનુબંધ/અપેક્ષા
Revision as of 11:02, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અપેક્ષા|}} <poem> વાસંતી સવારે પ્રફુલ્લિત ડૅફોડિલ્સ લહેરાતાં...")
અપેક્ષા
વાસંતી સવારે
પ્રફુલ્લિત ડૅફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ દબાવી દે
બરાબર એમ જ
નીરવ પગલે આવે
મૃત્યુ
અને…