ઋણાનુબંધ/અમેરિકન ડ્રીમ

From Ekatra Wiki
Revision as of 11:02, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમેરિકન ડ્રીમ|}} <poem> એક પરદેશી માણસ શહેરની વચ્ચોવચ્ચ ફૂટપા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અમેરિકન ડ્રીમ


એક પરદેશી માણસ
શહેરની વચ્ચોવચ્ચ
ફૂટપાથ પર
છાપાં વેચે છે.

એ માણસ
અઢાર કલાક છાપાં વેચે છે,
એ માણસ
જાણીઅજાણી ભાષાનાં છાપાં વેચે છે,
એ માણસ
ટ્રેનના અવાજને અવગણીને છાપાં વેચે છે,
એ માણસ
જતાઆવતા ચહેરાઓને જોયા વિના છાપાં વેચે છે,
એ માણસ
ડોલર્સ ભેગા કરવા છાપાં વેચે છે,
એ માણસ
દેશમાં છોડેલાં સંતાનોને ભણાવવા છાપાં વેચે છે,
એ માણસ
અમેરિકન ડ્રીમ સાકાર કરવા છાપાં વેચે છે,
એ માણસ
બેચાર કલાક જ સૂએ છે—
ફૂટપાથ પર
ન વેચાયેલાં છાપાંની પથારી પર…