ઋણાનુબંધ/નિર્ણય

From Ekatra Wiki
Revision as of 11:11, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિર્ણય|}} <poem> એના કરેનીનાની જેમ ટ્રેનના પાટા પર પડતું મૂકવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિર્ણય


એના કરેનીનાની જેમ
ટ્રેનના પાટા પર પડતું મૂકવામાં
કે
મેડમ બોવરીની જેમ
ઝેરી દવા ગળે ઉતારવામાં
કે
સીલ્વિયા પ્લાથની જેમ
ઓવનમાં માથું મૂકવામાં
કે
એન સેક્સટનની જેમ
ગરાજ બંધ કરી કાર્બન મોનોક્સાઈડ શ્વસવામાં
હું જરાય માનતી નથી.
મારે તો જીવવું છે.
ક્વીન વિક્ટોરિયા થઈને
અને
કરવું છે રાજ…