સોરઠી સંતવાણી/ભે ભાગી

From Ekatra Wiki
Revision as of 05:10, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભે ભાગી|}} <poem> વૃત્તિ મારી સંતચરણમાં લાગી રે, સુરતા મારી સાધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભે ભાગી

વૃત્તિ મારી સંતચરણમાં લાગી રે,
સુરતા મારી સાધુ ચરણમાં લાગી રે;
તેણે મારી ભે ભાગી ભે ભાગી.
સતગુરુએ મને શબદ સુણાવ્યો,
રણંકાર રઢ લાગી;
તખત ત્રિવેણીના તીર ઉપર,
મોહન મોરલી વાગી રે. — તેણે મારી.
ઘણા દિવસ મન મસ્તાનું ફરતું,
દિલડે ન જોયું જાગી;
પુરુષ મળ્યા મને અખર અજિતા,
ત્યારે સુરતા સૂનમાં લાગી રે. — તેણે મારી.
દયા કરીને મન ડોલતું રાખ્યું,
તૃષ્ણા મેલાવી ત્યાગી;
સતગુરુ આગળ શિષ નમાવ્યું,
ત્યારે બાવડી પકડી આગી રે. — તેણે મારી.
સતગુરુએ મને કરુણા કીધી,
અંતર પ્રેમ પ્રકાશી;
દાસ હોથી ને ગુરુ મોરાર મળિયા,
ત્યારે તૂટી જનમ કેરી ફાંસી રે. — તેણે મારી.