સોરઠી સંતવાણી/ગુપત રસ

From Ekatra Wiki
Revision as of 11:03, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુપત રસ|}} <poem> ગુપત રસ આ તો જાણી લેજો, પાનબાઈ, :::: જેથી જાણવું ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુપત રસ

ગુપત રસ આ તો જાણી લેજો, પાનબાઈ,
જેથી જાણવું રહે નહીં કાંય,
ઓઘ રે આનંદના કાયમ રહે ને,
સેજે સેજે સંશય બધા મટી જાય —
ભાઈ રે! શૂરવીર થૈને સંગ્રામે ચડવું, પાનબાઈ,
માયલું મન ફરી ઊભું ન થાય;
કવલ ભગતિને તમે એમ પામો, પાનબાઈ,
જેથી જનમ મરણ સેજે મટી જાય. — ગુપત.
પરપંચનાં તોડી નાખો પડળ, પાનબાઈ,
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી, પાનબાઈ!
ભાવ કભાવ મનમાં નહીં થાય. — ગુપત.
ભાઈ રે! મેદાનમાં હવે મામલો મચાવો, પાનબાઈ
ભજન કરો ભરપૂર;
ગંગા રે સતી એમ બોલિયાં રે
વરસાવો નિરમળ નૂર. — ગુપત