સોરઠી સંતવાણી/અવિવેકી ગુરુ

From Ekatra Wiki
Revision as of 11:39, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અવિવેકી ગુરુ|}} {{Poem2Open}} વિવેક રાખો તમે સમજી ચાલોને :::: વસ્તુ ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અવિવેકી ગુરુ

વિવેક રાખો તમે સમજી ચાલોને

વસ્તુ રાખો ગુપત રે

મુખનાં મીઠાં ને અંતરનાં ખોટાં

એવાની સાથે ન થાશો લુબ્ધ રે. — વિવેક.

ભાઈ રે અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું

જેને રે’ણી નહીં લગાર રે,

વચનલંપટ ને વિષય ભરેલાં ને એવાંની સાથે મેળવવો નહીં તાર રે. — વિવેક. ભાઈ રે અહંતા મમતા આશા ને અન્યાય ને

ઈર્ષ્યા ઘણી ઉરમાંય રે,

એવા માણસને અજ્ઞાની ગણ્યા ને

પોતાની ફજેતી થાય રે. — વિવેક.

ભાઈ રે દાઝના ભરેલા ને દુબજામાં પૂરા ને નહીં વચનમાં વિશ્વાસ રે, ગંગાસતી એમ બોલ્યાં ને તમે એવાથી પામજો ત્રાસ રે. — વિવેક.