સોરઠી સંતવાણી/ઉલ્લાસ

From Ekatra Wiki
Revision as of 12:28, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉલ્લાસ|}} <poem> ઉલટ સમાવ્યો સુલટમાં ને :::: સુરતા ગઈ સૂન માંય રે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉલ્લાસ

ઉલટ સમાવ્યો સુલટમાં ને
સુરતા ગઈ સૂન માંય રે
ભાળી સ્વામીની ભોમકા ને
હરિ જોયા અખંડ મીન માંય રે —
ભાઈ રે આવરણ ઉપાધિ મટી ગઈ ને
હવે થયો છે આનંદ રે
બ્રહ્મ ભાળ્યા એક તારમાં ને
ત્યારે તૂટ્યો પ્રપંચનો ફંદ રે. — ઉલટ.
ભાઈ રે અવિનાશી મેં અખંડ જોયા ને
જ્યાં નામ રૂપનો નાશ રે
સચ્ચિદાનંદ પૂરણ સદા સ્વામીને
તેને જોઈને થયો ઉલ્લાસ રે. — ઉલટ.
ભાઈ રે અવાચ્ પદ અખંડ અનામીને
તેને જોઈ થયો ઉલ્લાસ રે
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં ને
કીધો મૂળ અવિદ્યાનો નાશ રે. — ઉલટ.