સોરઠી સંતવાણી/બ્રહ્માનંદ

From Ekatra Wiki
Revision as of 12:30, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બ્રહ્માનંદ|}} <poem> સતી જ્યારે સ્વધામ ગિયાં ત્યારે :::: થયો પાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બ્રહ્માનંદ

સતી જ્યારે સ્વધામ ગિયાં ત્યારે
થયો પાનબાઈને અફસોસ રે,
વસ્તુને વિચારતાં આનંદ ઊપજ્યો
મટી ગિયો મનનો સર્વે શોક રે —
અંતર બદલ્યું, નિર્મળ થઈને બેઠાં,
સંકલ્પ સમાણો ચૈતનમાંય રે,
હાણ ને લાભની મટી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત લાઈ. — સતી.
જ્યાં રે જોવે ત્યાં હરિહરિ ભાળ્યા
રસ તો પીધો અગમ અપાર રે,
એક નવધા ભક્તિને સાધતાં
ભળી ગિયો તુરિયામાં તાર. — સતી.
એટલામાં અજોભા આવિયા,
તેને કરાવ્યો સતસંગ રે,
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે
હવે કોણ ચડાવે પુરણ સંગ રે. — સતી.