સોરઠી સંતવાણી/મેં ગભરુ ગુરુ કા

From Ekatra Wiki
Revision as of 12:40, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેં ગભરુ ગુરુ કા|}} <poem> મેં ગભરુ રે ગુરુ કા :::: જેણે લિયા ગગનગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મેં ગભરુ ગુરુ કા

મેં ગભરુ રે ગુરુ કા
જેણે લિયા ગગનગઢ બંકા…જી. — મેં ગભરુ.
પાંચ તંતરા બન્યા તંબૂરા તેને
ખૂંટા લગાયા તીન ગુણ કા…જી
ગુરુકી ગમસે ગગન સૂઝે તો
તાપ બુઝાયા તન કા. — મેં ગભરુ.
નાદ બુંદરી નોબત બાજે ત્યારે
ઘોર કરે રે ઘનુંકા…જી
ઘેરી ઘેરી મોરલી બાજે ગગન મેં
શબદ સુનાયા તનુકા. — મેં ગભરુ.
ઉનમુન જોગી રિયા એકીલા ત્યાં
દોર લગ્યા એક દમકા…જી
મન પવન કી ફેરવી લે માળા તે
દુવા બીજ કા ચમકા. — મેં ગભરુ.
તેજ વખત પર કરે કિલોળા ત્યાં
જોર નૈ ચાલે જમ કા જી
સાસ ઉસાસે વા ઘરૂં લાયા તો
પ્રેમ કહે જીવણ કા. — મેં ગભરુ.

અર્થ : હું તો એ ગુરુનો ગભરુ ગરીબ શરણાગત છું કે જેણે બંકો ગગનનો ગઢ (મુક્તિનો કિલ્લો) જીતી લીધો છે. પાંચ તત્ત્વો (પૃથ્વી, આકાશ, વાયુ, તેજ, અગ્નિ)નો બનેલો આ દેહ એ તો પાંચ તારના તંબૂરા સમાન છે. આ તંબૂરાના એ તારોને મિલાવવા ત્રણ ગુણરૂપી ત્રણ ખૂંટા લગાવેલ છે. ગુરુગમનથી ગગનનું દર્શન થાય તો તનના તાપ બુઝાઈ જાય, આ દેહમાં નાદ અને બુંદની નોબત વાગે છે ત્યારે ઘનનન એવા ઘનુકાર ઘોરી ઊઠે છે. (આ નાદ અને બુંદ, આ ઘનુકાર, ઘેરી ઘેરી મોરલી, ઉનમુન જોગી, મનપવન, બીજકા ચમકા, તેજ તખત, એ બધા યોગની પરિભાષાના શબ્દો છે, અને બ્રહ્માનંદના અનુભવને નોખનોખી રીતે વ્યક્ત કરે છે.)