સોરઠી સંતવાણી/દર્શન દે!
Revision as of 06:30, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દર્શન દે!|}} <poem> તારી દાસી જાણીને મુંને દરશણ દે તારી બાની જા...")
દર્શન દે!
તારી દાસી જાણીને મુંને દરશણ દે
તારી બાની જાણીને મુંને દરશણ દે
સંતના ઓધાર વેલા આવો રે શામળિયા રે!
પ્રાણહત્યા તમને દેશું રે પરષોતમ
વાલા! એવી હત્યાયું શીદને તું લે. — સંતના ઓધાર.
આગૂના સંતના આરાધે તમે આવ્યા રે
એ જી સાદ ભેળો તું મને સાદ જ દે. — સંતના ઓધાર.
થોડાક સાટુ તમે શીદને થડકો છો,
વાલા! આગળ પાટી હજી લાંબી છે. — સંતના ઓધાર.
ભીમ ભેટ્યા, મારાં ભવદુઃખ ભાંગ્યાં રે
વાલા કર તો જોડીને દાસી જીવણ કે. — સંતના ઓધાર.