કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૭.સપનાં ઉઘાડી આંખનાં...

From Ekatra Wiki
Revision as of 07:37, 14 June 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


૨૭.સપનાં ઉઘાડી આંખનાં...

સપનાં ઉઘાડી આંખનાં જોયા હતાં, મોહ્યાં હતાં
રણમાં નિતરતાં ઝાંઝવાં ખોયાં હતાં, રોયાં હતાં.

તરતી નથી, મરતી નથી, કાંઠે પડેલી માછલી,
શું કામ કોરાં આંસુઓ ખોબો ભરી ટોયાં હતાં.

પાણી મને વ્હેરી શકે, કરવત નહીં કાપી શકે,
ડૂબ્યાં પછી દરિયા થતાં પાણી બધે જોયાં હતાં.

ખંડેરમાં ધોળે દિવસે દીવો કરી શું પામશો ?
રજકણ ભરેલી બારીઓ દૃશ્યો અહીં જોયાં હતાં.

પીંછાં ખરે છે પાંખનાં પંખી છતાં ઊડ્યાં હતાં.
આકાશમાં ખોવાયલાં પગલાં ‘ચિનુ’ જોયાં હતાં ?
(ઇર્શાદગઢ, પૃ.૪૯)