કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩.જિજીવિષા

From Ekatra Wiki
Revision as of 05:24, 15 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩.જિજીવિષા|}} <poem> વીસ વર્ષનું એકસામટું જોમ ઘડીભર આવે તો આ નજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩.જિજીવિષા

વીસ વર્ષનું એકસામટું જોમ
ઘડીભર આવે તો આ નજર કને
નોંધારાં મારાં ગાત સમાં
ઉપાન મહીં પગ મેલું;
મારી ડબડબ ચૂતી છાપરીએ જૈ બેસું.
ડોલું ફણગાતાં ખેતરની વચ્ચે.
દક્ષિણ પવન સરીખા રેલ્લા
સીમ છોડીને છૂટે;
સૌને મૉર હુંય આ ઘરમાં આવી.
ધીરેથી આ ચારપાઈને
સાંજ પડ્યે કૈં પૂછુંગાછું...
(અંગત, પૃ. ૩)