કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૮.પત્નીનો નિદ્રાસ્પર્શ

From Ekatra Wiki
Revision as of 07:03, 15 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮.પત્નીનો નિદ્રાસ્પર્શ|}} <poem> ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮.પત્નીનો નિદ્રાસ્પર્શ

ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા.
નભનીલાં ડૂંડાંના ભરચક ભાર થકી
ઝૂકેલા સાંઠા !
એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકીશું ખેતર
જીભ ઉપર સળવળતું.
આ પાથી વંટોળ સૂરજનો
તે પાથી વાયુનાં પંખી
હભળક કરતાં આવ્યાં...
ત્યાં
મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે
શાંતિ રણ જેવી લંબાઈ પડેલી...
(અંગત, પૃ. ૮)