લીલુડી ધરતી - ૧/બે ગવતરીનાં વળામણાં

Revision as of 05:07, 28 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે ગવતરીનાં વળામણાં|}} {{Poem2Open}} ‘એક ગનો તે રાજા ય માફ કરે.’ ‘ગઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બે ગવતરીનાં વળામણાં

‘એક ગનો તે રાજા ય માફ કરે.’

‘ગઈ ગુજરી ભૂલી જાવ.’

‘ભાઈએ ભાઈયું તો ભાલે વઢે ને ભાણે જમે.’

ઠુમરીની ખડકીમાં નાટક ભજવાતું હતું એમાં દ્વિપક્ષી સામસામા સંવાદોને બદલે એકપક્ષી સ્વગતોક્તિઓ જ ઉચ્ચારાતી હતી. સંતુનું બેડું સોંપવા આવેલો માંડણિયો એક પછી એક ઉક્તિઓ બોલતો હતો અને સામે ખાટલે બેઠેલા હાદા પટેલ અને ગોબર કેવળ શ્રોતા બનીને સાંભળી રહ્યા હતા. માંડણની સ્વગતોક્તિઓમાં દર ત્રીજે વાક્યે તકિયે કલામ રૂપે આ કહેવતો આવતી હતી :

‘ડાંગે માર્યા પાણી નોંખાં નો પડે.’

‘ઊને પાણીએ કાંઈ ઘર બળે ?’

‘કહેતાં નથી, વધુમાં વધુ ઝેર ક્યાં ? તો કે’ માના પેટમાં જ !’

માંડણિયો પોતાની ભૂમિકા તો આબાદ ભજવતો હતો, અજબ ઠાવકો થઈને પોતાના અપરાધનો એકરાર કરી રહ્યો હતો. પણ દૂધના દાઝેલા ગોબરને અને હાદા પટેલને આ એકરાર ગળે ઊતરી શકતો નહોતો. તેથી તો માંડણિયો મરણિયો બનીને પોતાના પિતરાઈને પ્રભાવિત કરવા મથી રહ્યો હતો. રઘાએ પઢાવી રાખેલાં બધાં જ પોપટવાક્યો એણે ઓકી કાઢ્યાં; ભાઈ ભાઈ અને પિતરાઈઓ વચ્ચેના કલહ અને હેતપ્રીત અંગેની સઘળી લોકોક્તિઓને એ કુમકે લાવ્યો. આવી કુશળ અદાકારી જોઈને ગરીબડા સ્વભાવનો ગોબર ​ તો પીગળી ગયો, પણ પુત્ર કરતાં વધારે દિવાળીઓ દેખેલ હાદા પટેલ એમ સહેલાઈથી ભોળવાઈ જાય એમ નહોતા.

હજી તો માત્ર પચાસ ટકા જ વિજય મેળવ્યો છે, બાકીનું અરધું યુદ્ધ તો બાકી છે, એમ સમજતાં માંડણિયે એક નવું શસ્ત્ર અજમાવ્યું. નાના બાળકની જેમ એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

‘અરર... મને આવી કમત ક્યાંથી સૂઝી કે એકગોતરિયા ભાઈની હાથે જ વેર બાંધ્યાં?... ટાણેકટાણે તમે મારા પડખામાં ઊભા રહેશો, ઓલ્યા પારકા ગરાસિયા થોડો ગણ કરવાના છે ? વઢે વચકે, પણ અંતે તો ભાઈ ઈ ભાઈ...’

હવે હાદા પટેલને બોલવાનું જરૂરી લાગ્યું. ‘એલા, ભાઈનું આટલું બધું પેટમાં બળે છે. તો પછે ભાઈની વવ સામે ઊંચી આંખ્યે–’

‘હું નંઈ ઈ, હું નંઈ... ગામના ઉતાર ગરાસિયાવ... મલકનો શેતાન શાદુળભા... ને જાકુબીના ધંધા કરનાર જીવો ખવાહ... હું નંઈ, કોઈ દિ’ નંઈ...’ . ‘ઈ કઢીચટાવની વાદે ચડીને તું ય કોળીવાઘરી જેવા ધંધા કરતો થઈ ગ્યો છો–’

‘હંધાંય કાળાં કામાંનો કરનારો તો રઘલો મા’રાજ જ છે !’

‘એણે તો નાનપણથી જ ખોળિયું વટલાવ્યું છે, ને અવતાર બાળી બેઠો છે. એની હોટરને બાંકડે ગામ આખાના હરામખોર ભેગા થાય છે. પણ સગો પિતરાઈ ઊઠીને તું ય સંતુની સામે–’

‘એક વાર ભૂલ થઈ ગઈ ઈ માફ કરો, કાકા !’ માંડણિયો કરગરી ઊઠ્યો. હવે ફરી દાણ મને મા’રાજની હોટરે ભાળો તો મારું માથું ને તમારુ ખાહડું !’

‘એલા, એટલું તો વિચાર્યં કે સંતુ તો તારા ભાઈની વવ એટલે ભોજાઈ થાય, ને ભોજાઈ તો માને ઠેકાણે ગણાય... લખમણજતિને મન જેમ જાનકીમાં હતાં, એમ...’ ​ ‘સંતુ ય મારે મન માને ઠેકાણે ગણાય. હવે પછી મારી કાંઈ રાવ આવે તો મારું માથું વાઢજો—’

આવી આવી કબૂલાતો ને કાકલૂદીઓ સાંભળીને આખરે હાદા પટેલ પીગળ્યા તો નહિ પણ કંટાળ્યા તો ખરા જ. મનમાં એમ પણ થયું કે નાદાન છોકરો ગમે એવો તોય આખરે તો એકલોહિયો છે. ઠુમરના ખોરડાનું જ ફરજંદ છે. ટાણેકટાણે કે સારેમાઠે અવસરે કુટુંબનો છોકરો પડખે ઊભો રે’શે, પારકાં કોઈ નહિ આવે. એના મનમાં મરની ગમે એટલું પાપ હોય, પણ અટાણે સામેથી બેડું સોંપવા, ને માફામાફી કરવા આંગણે આવ્યો છે, તો એને જાકારો ક્યાં દેવો ?... ને હવે પરબતના પાછા થયા કેડે ઘરમાં માણસની ખોટ પડી છે તંયે ઠાલા વેરી ક્યાં વધારવા ? ને આમે ય સંતુએ ગામના ગરાસિયાને છંછેડ્યા છે, એટલે નવા વેરી તો ઊભા થયા જ ગણાય. એમાં જુનાં વેરઝેર ક્યાં ઊભાં રાખવાં ? હવે તો હું પણ પાકું પાન ગણાઉં. ગમે એ ઘડીએ મારી આંખ મીંચાય તો ગોબર તો સાવ નોંધારો જ થઈ પડે ને ? એવે ટાણે પડખે વહાલોદવલો પણ લોંઠકો પિતરાઈ ઊભો હોય તે કામને ટાણે હોંકારો દિયે ને—’

આવી આવી વ્યવહારુ ગણતરીઓથી અને કાંઈક અંશે મનની સ્વભાવગત મોટપથી હાદા પટેલે આખરે રાંધણિયા તરફ મોઢું કરીને કહ્યું :

‘વવ ! તણ્ય કોપ ચા મેલજો.’

અને પછી ગોબરને અને માંડણને બનેને ઉદ્દેશીને સલાહ આપવા માંડી:

‘હું તો તમને બેય ભાઈને કહું છું કે આવા કજિયા કરવાને બદલે સંપીને રહેશો તો સુખી થાશો, ઠાલાં વેરઝેર કોના સારુ કરવાં ? હું તો કહું છું કે કજિયાનું મોં કાળું. સંપ ત્યાં જ૫. કજિયાકંકાસ હોય ત્યાં બરકત ન હોય, ઠાલા મફતના ​દુશ્મન કરીને ભેગું શું બાંધી જાવું છે ?’

કાંસાના ચકચકિત છાલિયામાં લાલચોળ ઉકાળેલ ચહાનું પીણું આવ્યું ત્યાં સુધી હાદા પટેલે સંપ, સુલેહશાંતિ, ભાઈચારો વગેરે વિષે કૉપીબૂકમાં શોભે એવાં સુભાષિતો ઉચ્ચાર્યાં જ કર્યાં. એ બોધવચન સાંભળીને માંડણિયો મુછમાં હસતો હશે કે કેમ એ તો એ જાણે; પણ ગોબર તો આ પિતરાઈએ ભજવેલા નાટકથી એવો તો પ્રભાવિત થઈ ગયો હતો કે એણે એક જ ખાટલે માંડણિયા જોડે બેસીને પ્રેમથી ચહા પીધી અને થોડી વારે હાદા પટેલ આધાપાછા થયા ત્યારે એ બન્ને જણાઓએ છાનીમાની ધોળી બીડી કાઢીને વારાફરતી એની સટ ખેંચી.

હજી થોડા દિવસ પહેલાં જ જે માણસને પોતાનો લોખંડી પંજો લગાવીને ખેતરમાં લોહીની ઊલટી કરાવેલી એને હાથેથી એની એંઠી બીડી પી રહેલ ગોબર બધી જ ગઈ ગુજરી ભૂલી ગયો. ધોળી બીડીના ધૂમ્રગોટાઓની આરપાર બન્ને ભાઈબંધો એકબીજાને ભિન્ન નજરે તાકી રહ્યા : ગોબરની આંખમાં આ નવી મૈત્રી અંગેની અખૂટ આશા ભરી હતી. માંડણિયાની મેલી નજરમાં દાવ આવ્યે સોગઠી મારવાની પ્રપંચી પ્રતિજ્ઞા હતી.

દેવશીની વહુ ઊજમ ઢોરને નીરણ કરવા ફળિયામાં આવી ત્યારે ગોબરના હાથમાં ધોળી બીડી જોઈને એને સુખદ આશ્ચર્ય થયું. અત્યારે શ્વશુરની ગેરહાજરીનો લાભ લઈને એણે સંભળાવ્યું :

‘ગોબરભાઈ ! તમે તો હવે ધોળી બીડીયું ફૂંકતા થઈ ગ્યા ને શું !’

અને પછી, પોતાના હોદ્દાની રૂએ દિયેરની હળવી મજાક પણ કરી :

‘સંતુનું આણું ઓરુ આવતું જાય છે, એમ તમારા રંગ વધતા જાય છે !’

ઊજમ આટલો ટહુકો કરીને અંદર ગઈ કે તરત માંડણિયે ​ગોબરને પૂછ્યું :

‘સતુનું આણુ કે’દિ’ છે ?’

‘અજવાળી ઈગ્યારસે—’

‘મારા સમ ખા !’

‘ભાઈના સમ ! હજી હમણાં જ આતાએ નક્કી કર્યું.’ ગોબરે કહ્યું. ‘તારે તો ઢગ ભેગા આવવાનું છે. કેડિયાને કસું-બસું ટંકાવવાની હોય તો વેળાસર ટંકાવી લેજે–’

‘એકલું કેડિયું ઘાલ્યે કાંઈ થોડું કામ પતવાનું છે ? માથે ફેંટોય કાંઈ ઢગમાં શોભે એવો જોશે ને ?’

‘ગિધાની હાટ્યે હીરાકણીનો તાકો નવોનકોર આવ્યો છે. વેતરાવ્ય એટલી જ વાર !’

‘ગુંજામાં ફદિયાં જોયેં ને !’

‘એલા, કાવડિયાં હંધાંય નાખશ ક્યાં તું ?’

‘મને નઈ, મારી ઓઘરાળ્યને પૂછ્ય !’ માંડણિયે ગમગીન અવાજે કહ્યું. પોતાની પત્ની જીવતીને ‘ઓઘરાળ’ જેવા તુચ્છકાર-સૂચક નામે એ ઓળખતો.

‘એલા, એમાં જીવતીનો બચાડીનો શું વાંક ?’

‘અરે, ઈગિયારસને દિ’ ઈ નઘરોળ્ય ફળિયામાં ગંજીપે રમવા ગઈ’તી તયેં ચોવી દાણાની રમતમાં એકવી રૂપિયા હારી આવી. નથુ સોનીની વહુ અજવાળીકાકી પાહે–’

‘એકવી રૂપિયા ?’

‘ગાડાનાં પૈડાં જેવા ખણખણતા !’

‘હોય ઈ તો; વારતહેવારે સહુ રમે...’ ગોબરે કહ્યું. ‘પણ તારા ફળિયાવાળો હંસરાજિયો કેતો’તો કે તેં તો જીવતીને મારી મારીને હાડકાં ભાંગી નાખ્યાં સાચી વાત ?’

‘હાડકાં ન ભાંગુ તો ઈ ને ગધેડીને ચોખા ચડાવું ?’

‘એલા પણ કોક’દિ’ ખીજની મારી ન કરવાનો કામો કરી ​ બેહશે તો પછી—’

‘કાલ્ય કરતી હોય તો મર આજ કરે ! જાય ઢાઢે પાણીએ–’ માંડણિયે લાપરવાહીથી કહ્યું.

***

ગોબર જાણતો હતો કે માંડણિયાને જીવતી જરાય ગમતી નહોતી. એકબે વાર તો એને ઘરમાંથી કાઢી મેલવાનો પણ પ્રયત્ન કરેલો, પણ એ પાછી આવેલી. ગુંદાસરનું જીવતું જાગતું ‘ગૅઝેટ’ ગણાતી વખતી ડોસી નામની દાયણ પાસે તો એવી પણ વાયકા હતી કે માંડણિયે એક વાર જીવતીને ઘાસલેટ છાંટીને સળગાવી મુકેલી, પણ પડોશણ અજવાળીકાકીએ વહુને રાખ છાંટી છાંટીને ઠારેલી. આ વાયકાના પુરાવા તરીકે જીવતીને હાથપગે તથા મોઢા ઊઠી આવેલાં કાળાંભઠ્ઠ દાઝોડાં દેખાડવામાં આવતાં. કહેવાતું કે એ પ્રસંગ પછી માંડણિયાને આ વહુ વધારે અણગમતી થઈ ગયેલી. ચહેરા પર ઊપસી આવેલાં કાળાં કાળાં ચાંભાને પરિણામે જીવતી એવી તો કદરૂપી લાગતી હતી કે માંડણિયો એને ‘કાળકા માતા’ કહીને જ સંબોધતો, ઢોરમાર મારતો, ભૂખીતરસી ગમાણમાં પૂરી રાખતો, કોઈ કોઈ વાર તો તવેથાના ડામ પણ દેતો. વખતી ડોસીએ તો ક્યારની આગાહી કરી રાખેલી કે માંડણિયો બીજું ઘર કરવાનો છે...

તેથી જ તો અત્યારે માંડણિયાને મોઢેથી જીવતી અંગે ‘જાય ટાઢે પાણીએ’ જેવો લાપરવાહ ઉદ્‌ગાર સાંભળીને ગોબરને ઉદ્વેગ થયો. એ જાણતો હતો કે માંડણિયાની નજર નાનપણથી જ સંતુ ઉપર હતી, તેથી પોતાના પિતરાઈનું દામ્પત્ય સુખી રહે એમાં ગોબરને પણ થોડો રસ હતો. એથી પ્રેરાઈને જ એણે મિત્રભાવે સલાહ આપી :

‘એલા, ઈયે એનું નસીબ લઈને આવી હશે, કોને ખબર છે, એના નસીબનો રોટલો જ તારા ભાણામાં આવતો હશે !... પડ્યું પાનું નભાવી લે હવે.’ ​‘નભે એમ જ નથી.’ માંડણિયે કહ્યું. ‘કેમ ય કર્યું નભે એમ નથી !’

‘ગોબર વધારે ઉદ્વિગ્ન બનીને પોતાના પિતરાઈની ઊંડી આંખો તરફ તાકી રહ્યો. એમાંથી વંચાતા અકળ ભાવ ગોબરને ભયભીત બનાવી રહ્યા. એને ખાતરી થઈ ગઈ કે આ માથા ફરેલ માણસને બહુ છંછોડવામાં માલ નથી. હાદા પટેલની જેમ ગોબરને પણ વ્યવહારજ્ઞાન વડે સમજાયું કે ભૂંડા માણસની પાંચશેરી ભારે. આવા પિતરાઈ જોડે જેમને પનારાં પડ્યાં હોય એમણે તો નમતાં ચાલવું જ સારું. એ ભાવનાથી પ્રેરાઈને જ ગોબરે પોતાના માથાબંધણામાંથી ઠીકરાની ચૂંગી ખેાળી કાઢીને એમાં જરદો ભર્યો.

‘લે, બેચાર સટ ખેંચ્ય ! જીવ હળવો થાશે.’ કહીને ગોબરે માંડણના હાથમાં ચૂંગી મેલી.

દેશી જરદાની ધૂણીએ બન્ને જુવાનો વચ્ચે ફરી વાર ધુમાડાનું આવરણ ઊભું કર્યું. એ આવરણની આરપાર પોતાના ભવિષ્યની કલ્પના કરતા કરતા ગોબરે પ્રેમપૂર્વક કહ્યું :

‘નવી હીરાકણી નો વેતરાવ્ય તો કાંઈ નહિ. પણ વાડીએ જઈને જૂનો ફેંટો તો ધોઈધાફોઈને સુકવી રાખજે. ઈગિયારસને હવે કાંઈ આઘું નથી, આવી ઓરી...’

 ** *** ગોબર જાણતો હતો કે માંડણિયાને જીવતી જરાય ગમતી નહોતી. એકબે વાર તો એને ઘરમાંથી કાઢી મેલવાનો પણ પ્રયત્ન કરેલો, પણ એ પાછી આવેલી. ગુંદાસરનું જીવતું જાગતું ‘ગૅઝેટ’ ગણાતી વખતી ડોસી નામની દાયણ પાસે તો એવી પણ વાયકા હતી કે માંડણિયે એક વાર જીવતીને ઘાસલેટ છાંટીને સળગાવી મુકેલી, પણ પડોશણ અજવાળીકાકીએ વહુને રાખ છાંટી છાંટીને ઠારેલી. આ વાયકાના પુરાવા તરીકે જીવતીને હાથપગે તથા મોઢા ઊઠી આવેલાં કાળાંભઠ્ઠ દાઝોડાં દેખાડવામાં આવતાં. કહેવાતું કે એ પ્રસંગ પછી માંડણિયાને આ વહુ વધારે અણગમતી થઈ ગયેલી. ચહેરા પર ઊપસી આવેલાં કાળાં કાળાં ચાંભાને પરિણામે જીવતી એવી તો કદરૂપી લાગતી હતી કે માંડણિયો એને ‘કાળકા માતા’ કહીને જ સંબોધતો, ઢોરમાર મારતો, ભૂખીતરસી ગમાણમાં પૂરી રાખતો, કોઈ કોઈ વાર તો તવેથાના ડામ પણ દેતો. વખતી ડોસીએ તો ક્યારની આગાહી કરી રાખેલી કે માંડણિયો બીજું ઘર કરવાનો છે...

તેથી જ તો અત્યારે માંડણિયાને મોઢેથી જીવતી અંગે ‘જાય ટાઢે પાણીએ’ જેવો લાપરવાહ ઉદ્‌ગાર સાંભળીને ગોબરને ઉદ્વેગ થયો. એ જાણતો હતો કે માંડણિયાની નજર નાનપણથી જ સંતુ ઉપર હતી, તેથી પોતાના પિતરાઈનું દામ્પત્ય સુખી રહે એમાં ગોબરને પણ થોડો રસ હતો. એથી પ્રેરાઈને જ એણે મિત્રભાવે સલાહ આપી :

‘એલા, ઈયે એનું નસીબ લઈને આવી હશે, કોને ખબર છે, એના નસીબનો રોટલો જ તારા ભાણામાં આવતો હશે !... પડ્યું પાનું નભાવી લે હવે.’ ​‘નભે એમ જ નથી.’ માંડણિયે કહ્યું. ‘કેમ ય કર્યું નભે એમ નથી !’

‘ગોબર વધારે ઉદ્વિગ્ન બનીને પોતાના પિતરાઈની ઊંડી આંખો તરફ તાકી રહ્યો. એમાંથી વંચાતા અકળ ભાવ ગોબરને ભયભીત બનાવી રહ્યા. એને ખાતરી થઈ ગઈ કે આ માથા ફરેલ માણસને બહુ છંછોડવામાં માલ નથી. હાદા પટેલની જેમ ગોબરને પણ વ્યવહારજ્ઞાન વડે સમજાયું કે ભૂંડા માણસની પાંચશેરી ભારે. આવા પિતરાઈ જોડે જેમને પનારાં પડ્યાં હોય એમણે તો નમતાં ચાલવું જ સારું. એ ભાવનાથી પ્રેરાઈને જ ગોબરે પોતાના માથાબંધણામાંથી ઠીકરાની ચૂંગી ખેાળી કાઢીને એમાં જરદો ભર્યો.

‘લે, બેચાર સટ ખેંચ્ય ! જીવ હળવો થાશે.’ કહીને ગોબરે માંડણના હાથમાં ચૂંગી મેલી.

દેશી જરદાની ધૂણીએ બન્ને જુવાનો વચ્ચે ફરી વાર ધુમાડાનું આવરણ ઊભું કર્યું. એ આવરણની આરપાર પોતાના ભવિષ્યની કલ્પના કરતા કરતા ગોબરે પ્રેમપૂર્વક કહ્યું :

‘નવી હીરાકણી નો વેતરાવ્ય તો કાંઈ નહિ. પણ વાડીએ જઈને જૂનો ફેંટો તો ધોઈધાફોઈને સુકવી રાખજે. ઈગિયારસને હવે કાંઈ આઘું નથી, આવી ઓરી...’

 ** *** ગોબર જાણતો હતો કે માંડણિયાને જીવતી જરાય ગમતી નહોતી. એકબે વાર તો એને ઘરમાંથી કાઢી મેલવાનો પણ પ્રયત્ન કરેલો, પણ એ પાછી આવેલી. ગુંદાસરનું જીવતું જાગતું ‘ગૅઝેટ’ ગણાતી વખતી ડોસી નામની દાયણ પાસે તો એવી પણ વાયકા હતી કે માંડણિયે એક વાર જીવતીને ઘાસલેટ છાંટીને સળગાવી મુકેલી, પણ પડોશણ અજવાળીકાકીએ વહુને રાખ છાંટી છાંટીને ઠારેલી. આ વાયકાના પુરાવા તરીકે જીવતીને હાથપગે તથા મોઢા ઊઠી આવેલાં કાળાંભઠ્ઠ દાઝોડાં દેખાડવામાં આવતાં. કહેવાતું કે એ પ્રસંગ પછી માંડણિયાને આ વહુ વધારે અણગમતી થઈ ગયેલી. ચહેરા પર ઊપસી આવેલાં કાળાં કાળાં ચાંભાને પરિણામે જીવતી એવી તો કદરૂપી લાગતી હતી કે માંડણિયો એને ‘કાળકા માતા’ કહીને જ સંબોધતો, ઢોરમાર મારતો, ભૂખીતરસી ગમાણમાં પૂરી રાખતો, કોઈ કોઈ વાર તો તવેથાના ડામ પણ દેતો. વખતી ડોસીએ તો ક્યારની આગાહી કરી રાખેલી કે માંડણિયો બીજું ઘર કરવાનો છે...

તેથી જ તો અત્યારે માંડણિયાને મોઢેથી જીવતી અંગે ‘જાય ટાઢે પાણીએ’ જેવો લાપરવાહ ઉદ્‌ગાર સાંભળીને ગોબરને ઉદ્વેગ થયો. એ જાણતો હતો કે માંડણિયાની નજર નાનપણથી જ સંતુ ઉપર હતી, તેથી પોતાના પિતરાઈનું દામ્પત્ય સુખી રહે એમાં ગોબરને પણ થોડો રસ હતો. એથી પ્રેરાઈને જ એણે મિત્રભાવે સલાહ આપી :

‘એલા, ઈયે એનું નસીબ લઈને આવી હશે, કોને ખબર છે, એના નસીબનો રોટલો જ તારા ભાણામાં આવતો હશે !... પડ્યું પાનું નભાવી લે હવે.’ ​‘નભે એમ જ નથી.’ માંડણિયે કહ્યું. ‘કેમ ય કર્યું નભે એમ નથી !’

‘ગોબર વધારે ઉદ્વિગ્ન બનીને પોતાના પિતરાઈની ઊંડી આંખો તરફ તાકી રહ્યો. એમાંથી વંચાતા અકળ ભાવ ગોબરને ભયભીત બનાવી રહ્યા. એને ખાતરી થઈ ગઈ કે આ માથા ફરેલ માણસને બહુ છંછોડવામાં માલ નથી. હાદા પટેલની જેમ ગોબરને પણ વ્યવહારજ્ઞાન વડે સમજાયું કે ભૂંડા માણસની પાંચશેરી ભારે. આવા પિતરાઈ જોડે જેમને પનારાં પડ્યાં હોય એમણે તો નમતાં ચાલવું જ સારું. એ ભાવનાથી પ્રેરાઈને જ ગોબરે પોતાના માથાબંધણામાંથી ઠીકરાની ચૂંગી ખેાળી કાઢીને એમાં જરદો ભર્યો.

‘લે, બેચાર સટ ખેંચ્ય ! જીવ હળવો થાશે.’ કહીને ગોબરે માંડણના હાથમાં ચૂંગી મેલી.

દેશી જરદાની ધૂણીએ બન્ને જુવાનો વચ્ચે ફરી વાર ધુમાડાનું આવરણ ઊભું કર્યું. એ આવરણની આરપાર પોતાના ભવિષ્યની કલ્પના કરતા કરતા ગોબરે પ્રેમપૂર્વક કહ્યું :

‘નવી હીરાકણી નો વેતરાવ્ય તો કાંઈ નહિ. પણ વાડીએ જઈને જૂનો ફેંટો તો ધોઈધાફોઈને સુકવી રાખજે. ઈગિયારસને હવે કાંઈ આઘું નથી, આવી ઓરી...’

 ** અને એ ઓરી અગિયારસ ઝડપભેર આવી પહોંચી. ટીહા વાગડિયાના ઘરમાં ગોળના માટલામાં માત્ર મકોડા જ હતા એની જગ્યાએ સોનાની વીંટી જેવો પીળો ધમરખ ગોળ આવી પહોંચ્યો. ગિધાની હાટથી હીરાકણીનો નવો ફેંટો ન વેતરાવી શકનાર માંડણિયો આખરે જુનો ફેંટો જ ધોઈધફોઈને સાબદો થઈ ગયો.

અને અગિયારસની વહેલી સવારે વાગડિયાની ખડકીમાં સંતુને તેડવા માટે ઢગ આવી પહોંચી...

પોતાનું આણું થવાનું છે એ સમાચાર સાંભળીને એક ​અઠવાડિયા પહેલાંથી જ સંતુને હૈયે હરખ માતો નહોતો. ઝીણીમોટી તૈયારીઓમાં એક અઠવાડિયું તો આંખના પલકારાની ઝડપે વીતી ગયેલું, પણ અગિયારસની આગલી રાત એને શિયાળાની લાંબી રાત કરતાં યે વધારે લાંબી લાગેલી. છેક પરોઢ સુધી એ ઘરની સાજસજાવટના કામે રોકાઈ રહેલી. ઓસરી ને ફળિયામાંથી ફરીફરીને સંજવારી કાઢી, મહેમાનો માટે આંગણામાં ખાટલા ઢાળ્યા, ધડકીઓ નાખી, ભીંતો પર ચાકળા-ચંદરવા ટાંગ્યા. આ બધા કામ દરમિયાન સંતુ વારે વારે કાબરી ગાય પાસે ઢૂકી જતી ને એના ડિલ પર વહાલસોયો હાથ ફેરવી જતી.

કાબરીને સંતુ જોડે જ આણામાં આપવાની હોવાથી હરખ પણ એક વિશિષ્ટ નજરે આ ગવતરીને અવલોકી રહી હતી. વર્ષો પહેલાં પોતે રામપરડેથી આણું વળીને આવેલી ત્યારે જોડે એક ગાય લેતી આવેલી એ હરખને મન એક સહીપણીસમી હતી. કોઈક અદૃષ્ટ તાણાવાણા વડે હરખનું જીવન એ ચોપગા પ્રાણી જોડે વણાઈ ગયેલું, ગુંદાસરમાં ગામના ધનિયા ગોવાળથી માંડીને સહુ કો' જાણતું કે હરખની અને એની ગાયની ઊંબેલ સરખી જ છે. હરખને અને એની ગાયને લગભગ સાથોસાથ જ સંતાનો અવતરતાં. પ્રજનનની આ સ્થૂલ પ્રક્રિયાની હરખના ચિત્ત પર સૂક્ષ્માતિસૂક્ષ્મ અસર થવા પામેલી. એને મન ગાય એક દૂધાળું ઢોર જ ન રહેતાં પોતાના દેહનો ને દિલનો જ એક ભાગ બની રહેલ. કેમ જાણે એ પોતાના જ માંસ–મજજા–અસ્થિનું, અલગ વિહરતું છતાં અજબ એકત્વ ધરાવતું અર્ધાંગ ન હોય !

એ અર્ધાંગનું સંતાન આ કાબરી તો હરખને મન સંતુનું જ પ્રતીક હતું. વાગડિયાની આ ખડકીમાં ઢોર પૂરવાની અંધારી ગમાણમાં હરખે સંતુને જન્મ આપેલો; એ જ ગમાણમાં કાબરી પણ જન્મેલી. લોચાપોચા જેવી સંતું હરખને થાનેલે વળગેલી ત્યારે તાજી જ જન્મેલી, મલમલ જેવી પોચી ને કુમાશભરી રૂવાંટીવાળી ​ કાબરી એની માને આંચળે ઘટક ઘટક ધાવતી એ દૃશ્ય તો હરખના માતૃહૃદયમાં હમેશને માટે અંકિત થઈ ગયું હતું. સંતુનો પ્રસવ કરાવનાર વખતી દાયણે અને કાબરીની માવજત કરનાર ધનિયા ગોવાળે ગમાણમાં ઊભેઊભે જ એકસાથે ટકોર કરેલી : ‘ટીહાના ઘરમાં તો એકને માટે બે જીવ વધ્યા–’ અને એ ઉક્તિ હરખે આટલાં વર્ષ સુધી સાચી પાડી હતી. સંતુને અને કાબરીને બન્નેને એણે પોતાનો જ પ્રાણપ્રવાહ ગણ્યો હતો. બનેનાં જીવન વહેણ એકબીજાંથી અવિચ્છિન્ન હતાં.

તેથી જ તો, સંતુએ જ્યારે વિદાયને દિવસે આભલાંમઢ્યાં હીરભરતનાં પહેરણું –કમખો પહેર્યાં ત્યારે હરખને થયું કે હું મારી બીજી દીકરી કાબરીને વળામણા ટાણે શું પહેરાવીશ ?... હરખ મનમાં વિચારી રહી : અરેરે, કાબરી ! તું વાછડીને બદલે વાછડો હોત તા તારી શિંગડીએ રંગીત મોરપોપટ ભરીને પહેરાવત. તારે ડિલે આભલાવાળી ઝુલ ઓઢાડત... પણ તું તો વાછડાને બદલે વાછડી... તારો તો સ્ત્રીનો અવતાર... તારે અંગઢાંકણ કાંઈ જ ન જડે... અસ્ત્રીજાતની આબરૂ ઉઘાડી... હાલતાં એબ આવી પડે ને કપાળે કલંક ચોંટતાં વાર નો લાગે... કંકુની પૂતળી જેવી સંતુને હમણાં જ ગામના ગરાસિયાવને હાથે કાજળ જેવું કલંક લાગતું લાગતું રહી ગયું... કાબરી ! તને હું શું પહેરાવું ?...

હરખને એક તુક્કો સૂઝ્યો, પ્રસંગને ઉચિત ગણાય એવો રસ્તો સૂઝ્યો. રામપરડેથી પોતાની જોડે મોટી કાબરી આવેલી ત્યારે એની ડોકે પિત્તળની મોટી બધી ટોકરી હતી. ગાયના મૃત્યુ પછી એ આભૂષણ ઉતારી લેવામાં આવેલું અને પટારામાં એક સ્થળે સાચવીને મૂકી રખાયેલું. ‘ચાલ, એ ટોકરી જ કાબરીની ડોકે બાંધી દઉં. માતાનું આભૂષણ એની પુત્રીને જ પહેરાવી દઉં...’

હરખે પટારો ઉઘાડ્યો ને પિત્તળની ઝાંખી પડી ગયેલી ટોકરી બહાર કાઢી. અને ટીહાએ ફળિયામાં જઈને કાબરીની ડોકે એ ​બાંધી ત્યારે રાંધણિયામાંથી ક્યારની ફળિયામાં ચોરનજર નાખી રહેલી સંતુનો હરખ દ્વિગુણિત બની ગયો... સંતુનું મન આજે ભર્યું ભર્યું હતું, પણ ઢગનાં માણસો જોડે માંડણિયાનું આગમન થવાથી એનો જીવ જરાક ઊચક થઈ ગયો હતો. અલબત્ત, ટીહાએ થોડા દિવસ પહેલાં સમાચાર આપેલા કે ગોબર ને માંડણ વચ્ચે હવે મનમેળ થઈ ગયો છે, ને બન્ને ભાઈઓએ હાદા પટેલના જ ફળિયામાં એક જ ખાટલે બેસીને એકબીજાની એંઠી બીડી અરધી અરધી ફૂંકી લીધી છે; પણ ‘મનમેળ’ના આટલા અહેવાલ પરથી સંતુના મનનું સમાધાન નહોતું થયું, એની ચકોર નજર તો હજી ય માંડણિયાની આંખમાં મેલ નિહાળતી હતી. પુરુષની પારખ પુરુષોને નહિ પણ સ્ત્રીઓને જ હોય છે. માંડણિયે ભજવેલા ભાઈચારાના નાટકથી હાદા પટેલ અને ગોબર ભલે ભરમાઈ ગયા, પણ સંતુ એમ સહેલાઈથી ભરમાવા માગતી નહોતી. ગોબર જોડે એકાંત મળે કે તુરત પહેલી જ વાત માંડણિયા વિષે કરવાનું, અને આ નટખટ માણસથી દસ ગાઉ દૂર રહેવા સમજાવવાનું, એણે મન-શું નક્કી કરી નાખ્યું.

વાગડિયાની ખડકીમાં એક અઠવાડિયાથી ઉલ્લાસમય બની રહેલું વાતાવરણ આજે સાંજે ઢગ વળાવવાને ટાણે, સ્વાભાવિક રીતે જ, સહેજ વિષાદભર્યું બની ગયું. સંતુના હૃદયમાં મિશ્ર લાગણીઓ હતી. પિતૃગૃહના ત્યાગનો વિષાદ અને શ્વશુરગૃહ પહોંચવાનો ઉલ્લાસ, ગંગાજમનાની જેમ મિશ્ર પ્રવાહમાં વહેતો હતો. પણ હરખને તો એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરવો જ વહેતો હતો. એને તો આજે એકને બદલે બે પુત્રીઓનાં–સંતુની અને કાબરી ગાયનાં–વળામણાં કરવાનાં હોવાથી એની આંખો તો આજ વહેલી સવારની જ સુકાતી નહોતી. ​ આખરે વસમી વિદાયની વેળા આવી પહોંચી. સંતુએ પોતાનાં મનગમતાં લૂગડાં બચકીમાં બાંધ્યાં, એકાએક એને કશુંક યાદ આવતાં એ ગમાણમાં પહોંચી ગઈ કે કડબની ગંજી ઉપર ચડીને ગમાણના ખપેડામાંથી હૉકી સ્ટીક ખેચી કાઢી. ઘરમાં આવીને સંતુ આ સ્ટીક ઉપર પોતાનું એક ફાટેલું એાઢણું વીંટવા લાગી એ જોઈને હરખને આશ્ચર્ય થયું.

‘એલી, હજીય આ લાકડી ભૂલતી નથી ? હવે સાસરે જાવાટાણે તો એનો સગડ મેલ્ય !’

‘નંઈ મેલું, મારે ભેગી લઈ જાવી છે.’

‘ભેગી લઈ જાવી છે ? શું કરવા ?’

‘કાલ્ય સવારે શાદૂળિયા જેવો કોઈ કપાતર અટકચાળો કરે તો ઈનું માથું ભાંગવા–’

‘બાપુ ! હવે તો તું સાસરે હાલી; કાંઈક સમજણી થા તો સારુ—’

‘હંધુ ય સમજું છું એટલે તો આ લાકડી ભેગી લઈ જઉં છું.’ સંતુએ સમજાવ્યું. ‘મા ! આપણો તો અસ્ત્રીનો અવતાર... કાયાનો ને માયાનો બેવડો ભો... આ ધરતીમાતા આપણને સામે પગલે હાલવા જેટલો મારગ દિયે છે, એટલો એનો પાડ—’

‘પણ માડી ! આવી પારકી ચીજ આપણે ઠાલી મફતની શુ કામે વેંઢારવી જોયેં ?’

‘આ પારકી ચીજ તો ઈ પારકા પુરુહનું કો’ક દિ’ માથું રંગશે. તું જોજે તો ખરી !’

‘પણ હવે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે તારી સામે ઊંચી નજરે જોવાનું ય જોખમ ખેડે ?’ હરખે કહ્યું. ‘ભલી થઈને આ શાદુળિયાને જ પાછી સોંપી દેવા દે—’

‘ના,’ સંતુએ દૃઢતાથી કહ્યું. 'એમ કાંઈ આ લાકડી રેઢી નથી પડી કે શાદૂળિયાને સોંપી દઈએ. ઈ નુગરો ય જાણશે કે ​ જડી’તી એક સંતડી માથાની !’

‘પણ અટાણે આ લાકડી ઠુમરને ઘેર શું કામે લઈ જા છ ?’

‘હવે આજથી તો મારે ઠુમરના જ રોટલા ઘડવાના ને ! આ મારે બળતણમાં ખપ લાગશે.’ સંતુએ આછેરું સ્મિત વેરતાં કહ્યું.

‘ઠુમરના ઘરમાં એટલાં છાણાં બચશે. આવડી લાકડી ભાંગીને ઊંબાળ ભરીશ તો તાવડી ઉપર મજાના બે મઢા રોટલા પાકી જાશે.’

મોડી સાંજે વાગડિયાની ખડકીમાંથી શણગારેલા ગાડામાં ઢગની વિદાય થઈ ત્યારે ટીહાએ અને હરખે ડેલીને ઊંબરેથી એકને બદલે બે ગવતરીનાં વળામણાં કર્યાં.

કણબીપાની શેરીમાં ડેલીએ ડેલીએ માણસો આ વળામણું જોવા ઊભાં હતાં. કાબરી ગાય પોતાના આ નૂતન પ્રસ્થાનના કુતૂહલથી ઉત્સુકતાપૂર્વક કાનસુરી ઊંચી કરીને ગાડાનાં પૈડાંની પડખે પડખે – કોઈ વાર તો એને ઘસાઈને જ–ચાલતી હતી. સંતુ પણ બગલમાં બચકી ને હાથમાં સાડલો વીંટેલી હૉકીસ્ટીક લઈને, બીજે હાથે પોતાની સહોદરા સમી આ ગવતરીને પંપાળતી જતી હતી.

સંતુના હાથમાંની સાડલે વીંટેલી લાકડી જોઈને એક પડોશણે તો હરખને પૂછેલું પણ ખરું કે સંતુ આ ડંગેારા જેવું શુ લઈ જાય છે ? ત્યારે હરખે હાજરજવાબી વાપરીને કહેલું કે એ તો મોતીનું પરોણું છે પરોણું.

વાગડિયાનું નાકું વળોટીને ઢગના માણસનું ગાડું હજી તો હુમરવાળી શેરીમાં વળવા જાય છે એ પહેલા તો સામેથી મોટરનું ભોં...ભોં કરતુ ભૂંગળું સંભળાયું. ભૂંગળાના અવાજ સાંભળીને બજારની એકેએક હાટડીના વેપારીઓ ઉંબરે આવી ઊભા; અડખે પડખેની ગલીઓમાં નાગાપુગાં છોકરાંઓ આ ‘તેલવાળી ગાડી’ નિહાળવા બહાર દોડી આવ્યાં.

આમે ય આ ઢગનું વળામણું જોવા માટે કુતૂહલપ્રિય નવરા માણસનું નાનુંસરખું ટોળું તો જમા થઈ જ ગયું હતું. એમાં ​ વળી આ મોટરગાડીના અણધાર્યા આગમનને કારણે વધારે ગિરદી જામી ગઈ. પરિણામે પૂરપાટ આવતી મોટરને સાંકડી નેળ્ય જેવી બજારમાં અધવચ જ થોભી જવું પડ્યું. ગાડું એક તરફ ફરે નહિ ત્યાં સુધી મોટરને મારગ જ મળે એમ નહોતો.

‘કોને ઘેર મહેમાન આવ્યાં ?’ એવા સ્વાભાવિક કુતૂહલથી નાનકડાં છોકરાંઓ મોટરને ઘેરી વળ્યાં, પણ મોટરમાં તો બધા ખાખી કપડાં પહેરેલ માણસો જ જોયા. ગાડી હાંકનાર ડ્રાઈવર પણ પોલીસ હતો. એની પડખે એક કોન્સ્ટેબલ હતો. પાછળની બેઠકમાં કાળાં ચશ્માં ચડાવેલ સાર્જન્ટ રૂઆબભેર બેઠા હતા. એમની આજુબાજુ અંગરક્ષક અને ઑર્ડર્લીનાં દર્શન થતાં ગામલોકો જરા શેહ ખાઈ ગયા. ગાડી પર લગાવેલી નંબરની લાલ તખતી જોઈને કોઈ કે અનુમાન કર્યું કે આ તો રાજકોટ એજન્સીની પોલીસ આવી છે.

ગાડીમાંથી એક ઑર્ડર્લીએ ડોકું બહાર કાઢીને, સામી હાટમાં ઊભેલા ભાણા ખોજાને પૂછ્યું : ‘તખુભા બાપુની ડેલી કેની કોર્ય ?’

‘પાધરા જાવ, ને એક નાકું મેલીને બીજે નાકે ડાબા વળજો. સામે જ ઓટો ભાળશો—’

ડ્રાઈવરે એન્જિન ચાલુ કર્યું. એના અવાજથી જ ગાડીની આસપાસ ઘેરો ઘાલીને ઊભેલું ટોળું વિખરાઈ ગયું. આમે ય ભયભીત બની ગયેલા લોકો રખે ને સાંકડા મારગમાં કોઈનો પગ રબરનાં પૈડાં તળે પિલાઈ જાય એવા અદકા ભયથી અડખેપડખેની હાટડીઓમાં ઘૂસી ગયા અને મોટર ફરી ભોં...ભોં કરતી આગળ વધી.

પાછળ, વેંત વેંત ઊંડી ધૂળ ભરેલા રસ્તામાં ગાડીનાં પાછલાં પૈડાંઓએ જ ગોટંગોટ ડમરી ચડાવી એની સાથે સાથે અનુમાનો, આશંકાઓને અભિપ્રાયોની પણ ડમરી ચડી.

‘આ તો રાજકોટની કોઠીમાંથી આવ્યા લાગે છે...’

‘એજન્સીની સી. આઈ ડી. વાળા જ—’

‘તે ઈ યે ય પાછા દરબારની ડેલીએ જ...’ ​‘કોઠીના માણહ કાંઈ કામ વન્યા તો થોડા જ આવે ?’

‘હશે કાંઈક કબાડું —’

‘દરબારની ડેલી છે... ઘણાં ય કાળાંધોળાં થતાં હોય—’

‘હમણા કિયે છ કે શહેરમાં ચોપાનિયાંવમાં બવ ગોકીરો થ્યો છે.’

‘કોનો ?’

‘તખુભા બાપુનો—’

‘કઈ બાબતનો ?’

‘ઓલી ગઢના ભડકામાંથી ગંધાઈ ગયેલી લાશ નો’તી નીકળી ?’

‘રૂપલી રબારણની ?—’

‘હા, ઈની વાત ઠેઠ એજન્સી લગણ પૂગી છે... છૂપી પોલીસવાળા તપાસ કરે છે. વચ્ચે એક ફકીરને વેશે હંધીય છાની તપાસ તો કરી ગ્યા’તા એમ કે’વાય છે—’

‘ને હવે પોલીસને વેશે ઉઘાડી તપાસ થાતી હશે ?’

‘ભગવાન જાણે, ભાઈ, મોટાં માણસનાં મોટાં મેલાણ. એમાં આપણે શું સમજીએ ?’

ધૂળની ડમરી સાથે અનુમાનોની ડમરી પણ હેઠી બેઠી ત્યાર પછી જ સંતુની ઢગ ઠુમરની ડેલીએ જતાં પહેલાં પાદરમાંની દેરાણી–જેઠાણીની વાવ તરફ આગળ વધી શકી.

અંબા–ભવાનીના આંગણામાં થઈને મોટર ગામમાં પ્રવેશેલી ત્યારે જ રઘો હેબતાઈ જઈને થડા પરથી નીચે ઊતરી પડેલો ને દારૂના પીપ જેવા પેટ ઉપર કાછડી પણ ખોસ્યા વિના આંગણામાં આવી ઊભેલો. ખાખી ‘દરવેસ’વાળા માણસો દરબારની ડેલીએ જ જઈ રહ્યા છે, એમ સમજાતાં એ ક્યારનો ઊભી બજાર તરફ ફાટી આંખે ને અધખુલ્લે મોંએ તાકી રહ્યો હતો. એવામાં જ એણે સંતુની ઢગવાળું ગાડું હૉટલના આંગણામાંથી જ પસાર થતું નિહાળ્યું તેથી તે એ હેબતાઈ ગયેલા માણસે અદકી હેબત અનુભવી.