સોરઠિયા દુહા/11
Revision as of 06:41, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|11|}} <poem> ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા; (કાં) મરઘાનેણી માણવા, (...")
11
ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા;
(કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાવા ખડિયા.
જમીન ભીની છે, એમાં સરસ ડાબલા પડી રહ્યા છે, એટલે કે અહીંથી ઘોડા ઊપડ્યા લાગે છે. હે સખી! એવા ઘોડા ઉપાડીને આવી ઋતુમાં ઘોડેસ્વાર ક્યાં ગયા હશે? સખી જવાબ વાળે છે કે: ગયા હશે, કાં તો પોતાની મૃગનયનીને માણવા, અથવા તો રણસંગ્રામમાં ખડગ (ખડિયાહ) ચલાવવા.