સોરઠિયા દુહા/18

From Ekatra Wiki
Revision as of 10:24, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|18|}} <poem> રણરિયાં મ રોય, રોને રણ છાંડી ગિયાં; મુએ જ મંગળ હોય, રણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


18

રણરિયાં મ રોય, રોને રણ છાંડી ગિયાં;
મુએ જ મંગળ હોય, રણ મચિયાં રાખાશનાં.

હે માતા, બહેન, પત્ની! રણસંગ્રામમાં રહી ગયેલાં (મુવેલાં)ને ન રોજે; રોજે રણભૂમિ છોડી ભાગી ગયેલને. રણભૂમિમાં મુવે તો મંગળ જ થાય.