સોરઠિયા દુહા/22
22
ગાલડિયું ગૂઢેરથજ્યું, વધીને વડ થિયું;
ચંગે માડુએ ન પૂછીયું, (પછી) દલજી દલમેં રૈયું.
ગૂઢાર્થની વાતો મારા મનમાં વધીને વડ જેવડી થઈ, પણ કોઈ સુજન માણસે મને એ પૂછી નહિ; (બેવકૂફને તો મેં કહી નહિ) એટલે પછી એ બધી વાતો દિલની દિલમાં જ રહી ગઈ.