સોરઠિયા દુહા/26
26
સોરઠિયો દુહો ભલો, ભલી મરવણરી બાત
જોબન-છાઈ ધણ ભલી, તારા છાઈ રાત.
એક તો રૂડો કોઈ સુભાષિત સમો સોરઠી વાણીનો દુહો, બીજી રૂડી મારવાડની વાર્તા, ત્રીજી રૂડી જોબનવંતી સ્ત્રી અને ચોથી એવી રૂડી તે તારલિયે મઢેલી રાત્રિ.