સોરઠિયા દુહા/33
33
કાઠો, બગતર ને આદમી, ત્રણે લઈને જાય;
હું તુજ પૂછું કામની, ઇ હરણાંથી શે થાય!
પણ હે અસ્ત્રી, હું તને એમ પૂછું છું કે ઘોડો તો પોતાનો સામાન, અસવાર અને તેનું બખ્તર, એ ત્રણનો બોજો પીઠ પર ઉઠાવી જાય છે: હરણાંથી એ ક્યાં થવાનું હતું!