સોરઠિયા દુહા/47

From Ekatra Wiki
Revision as of 06:31, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|47|}} <poem> ગૂઢે વસ્તરે ગોરિયાં, પગ પિંડીનો તાલ; પનઘટ ઉપર પરવરે,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


47

ગૂઢે વસ્તરે ગોરિયાં, પગ પિંડીનો તાલ;
પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ.

પાંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે, અને દેહનો વર્ણ ગોરો છે એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે.