સોરઠિયા દુહા/74
Revision as of 09:20, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|74|}} <poem> સમજદાર સુજાણ, નર અવસર ચૂકે નહિ; અવસરનાં ઓસાણ, રહે ઘણા...")
74
સમજદાર સુજાણ, નર અવસર ચૂકે નહિ;
અવસરનાં ઓસાણ, રહે ઘણા દિ રાજિયા!
સમજુ માણસ કદી મોકો ચૂકતો નથી. ખરો અવસર જીવનમાં કોઈક વાર જ આવે છે, એટલે પછી ચૂકેલા અવસરના ઓરતા, હે રાજિયા! બહુ દિવસો સુધી રહી જાય છે.