સોરઠિયા દુહા/76

Revision as of 09:23, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|76|}} <poem> બોલે સાચા બોલ, કાચી ના યારી કરે; તે માણસનું તોલ, મેરુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


76

બોલે સાચા બોલ, કાચી ના યારી કરે;
તે માણસનું તોલ, મેરુ પ્રમાણે મોતિયા.

જે માણસ હૈયાને જે સાચું લાગે તે કહે છે અને ખોટી ખુશામત કદી કરતો નથી તેના બોલનું વજન, હે મોતિયા! મેરુ પર્વતના જેટલું સમજવું.