સોરઠિયા દુહા/80
Revision as of 09:27, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|80|}} <poem> મણધર વિખ અણમાવ, મોટા નહ ધારે મગજ; બીછ પૂછ બણાવ, રાખે સ...")
80
મણધર વિખ અણમાવ, મોટા નહ ધારે મગજ;
બીછ પૂછ બણાવ, રાખે સિર પર રાજિયા!
હે રાજિયા! પોતાની પાસે અમાપ વિષ હોવા છતાં મોટા મણિધર નાગો તે વિષશક્તિનો માથાપર ઠઠારો નથી કરતા, એ તો નાનકડો — નજીવા ઝેરવાળો — વીંછી જ આંકડો માથા પર ચડાવીને પોતાની શક્તિનું પ્રદર્શન કરતો કરે છે.