સોરઠિયા દુહા/104
104
જોબનને જીકારા ઘણા, ઘડપણને નહિ ઘેંશ;
હાલીતલ હળવા થિયાં, કાળા મટી ગ્યાં કેશ.
જુવાનીમાં માણસને ‘જી હા! જી હા!’ કરનારા ખુશામતખોરો ઘણા મળે છે, પણ ઘડપણમાં એને કોઈ ઘેંશ પણ પાતું નથી, કારણ કે એના પગમાંથી જોર ખૂટ્યું હોય છે અને એના વાળ ધોળા થઈ ગયા હોય છે — શક્તિ કે રૂપ એનામાં રહ્યાં નથી હોતાં.