સોરઠિયા દુહા/121
Revision as of 10:41, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|121 | }} <poem> પિયુ પિયુ કરતાં પીળી ભઈ, લોક જાણે પાંડુ રોગ; છાની લા...")
121
પિયુ પિયુ કરતાં પીળી ભઈ, લોક જાણે પાંડુ રોગ;
છાની લાંઘણ મેં કરું, પિયા મિલન સંજોગ.
પિયુ કાજે ઝંખતાં ઝંખતાં હું વિરહીણી પીળી પડી ગઈ છું, પણ લોકો સમજે છે કે મને પાંડુ રોગ થયો છે. પિયુનો મેળાપ ન થાય ત્યાં સુધી હું છાની છાની લાંઘણો ખેંચું છું તેની લોકોને ક્યાં ખબર છે!