સોરઠિયા દુહા/122
Revision as of 10:42, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|122|}} <poem> પ્રીતમ તેરે દરશ બિન, સૂકો શામ શરીર; પાપી નેનાં ના મુક...")
122
પ્રીતમ તેરે દરશ બિન, સૂકો શામ શરીર;
પાપી નેનાં ના મુકે, ભરભર આવે નીર.
હે પ્રીતમ! તારા મેળાપ વિના મારી કાયા સુકાવા માંડી છે, પણ તારા દર્શનઘેલી આ આંખો કેમે ય કરીને સુકાતી જ નથી; એમાંથી આંસુનાં ઝરણાં નિરંતર વહ્યા જ કરે છે.