સોરઠિયા દુહા/144

From Ekatra Wiki
Revision as of 11:45, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|144 |}} <poem> જોઈ વોરિયેં જાત, મરતાં લગ મેલે નહિ; પડી પટોળે ભાત, ફા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


144

જોઈ વોરિયેં જાત, મરતાં લગ મેલે નહિ;
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.

હે માનવો! તું પ્રીત-સંબંધ જેનીતેની સાથે ન બાંધતો. કોઈ એવું જાતવંત માણસ શોધીને પછી જ એને પોતાનું બનાવજે કે જે સુખદુઃખમાં સદા તારી સાથે જ રહે. પટોળા પર પડેલી ભાત જેમ લૂગડું ફાટે તો પણ ઊડી જતી નથી તેમ એનાં પ્રીત-સંબંધ કાયમ પણ ટકી રહે.