શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૧. નભ ખોલીને જોયું...
Revision as of 11:45, 8 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. નભ ખોલીને જોયું...|}} <poem> નભ ખોલીને જોયું, પંખી નથી નથી, જળ...")
૪૧. નભ ખોલીને જોયું...
નભ ખોલીને જોયું, પંખી નથી નથી,
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –
સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં,
આ કેવો ચમકાર??
કશુંયે ચમકે નહીં?
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –
લાંબી લાંબી વાટ,
પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય?
મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! – દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ! – હું જ ત્યાં નથી નથી!
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૫)