શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ગોળ ગોળ ગોળ

From Ekatra Wiki
Revision as of 15:33, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગોળ ગોળ ગોળ|}} <poem> ‘ગોળો’ જેનું નામ, ગબડે ગોળ ગોળ ગોળ! દડી-દડા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગોળ ગોળ ગોળ



‘ગોળો’ જેનું નામ, ગબડે ગોળ ગોળ ગોળ!
દડી-દડા ઊછળતાં દોડે ગોળ ગોળ.

ભમ ભમ ભમે ભમરડો, ગોળ ગોળ ગોળ,
ચાકે ચડી ચકરડી ચાલે ગોળ ગોળ.

પવને ફરે ફરકડી: ગોળ ગોળ ગોળ,
પાટે વાટે દોડે પૈડું ગોળ ગોળ.

ઘુમાવે ચગડોળ, ગોળ ગોળ ગોળ
કૂવે રેંટ ચાલે, તે પણ ગોળ ગોળ.

સમય સરે ઘડિયાળે: ગોળ ગોળ ગોળ,
બળદ ખેંચતા ઘાણી ઘૂમે ગોળ ગોળ.

નવે ગ્રહોની માળા: ગોળ ગોળ ગોળ,
એમ જ રાસલીલા પણ રમાય ગોળ ગોળ.

મીંડા જેવો હુંયે લસરું ગોળ ગોળ ગોળ,
ફેરફુદરડી ફરતાં દેખું સઘળું ગોળ ગોળ.

*