કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨. વરસાદ
Revision as of 16:38, 16 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. વરસાદ|}} <poem> વરસાદ વરસ્યો. યાદ આવી એમની, ને વળી સાથે વિતાવે...")
૨. વરસાદ
વરસાદ વરસ્યો.
યાદ આવી એમની,
ને વળી
સાથે વિતાવેલા મધુર સંસારની,
ને અચાનક
જિંદગાનીનાં સુહાનાં સોણલાં
નષ્ટ કરીને
એમને લઈને જતા અંધારની,
ને
જુદાઈના ભરેલા ભારની.
વરસાદ વરસ્યો
વિસ્મૃતિનો એક કેવળ હતો ટેકો, ખસ્યો.
ને
અમારું ઘર પડ્યું.
(આકૃતિ, પૃ. ૫)