કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૮. સમય તો...
Revision as of 15:15, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs)
૨૮. સમય તો...
સમય તો નદી છે વહ્યે જાય છે,
આ શબ્દોને શું છે કે અમળાય છે?
ગણું છું યુગોથી ને ભૂલો પડું
ઘડી બે ઘડી ક્યાં પૂરી થાય છે!
છે એવો અનુભવ કે ખસતો નથી
હું ચાલું તો રસ્તાઓ લંબાય છે
છે આંસુ ને આઘેથી મોળું રહે
ને અડકો તો દરિયો ઉલેચાય છે.
મને માર્ગમાં એક મીંડું મળ્યું
અને વાત અહીંયાં પૂરી થાય છે.
અને વાત અહીંથી શરૂ થાય છે.
૧૬-૦૫-૮૫
(અગિયાર દરિયા, પૃ. ૨૮)