અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ઊગે છે પ્રભાત
Revision as of 13:24, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે; ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે; ઊગે છે...")
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે..
રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...
પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...
(જયા-જયન્ત)