પરિભ્રમણ ખંડ 2/બીજ માવડી

From Ekatra Wiki
Revision as of 10:29, 20 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીજ માવડી|}} {{Poem2Open}} '''અજવાળી''' બીજનું આ નાનકડું વ્રત છે. મહિને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બીજ માવડી


અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે. તેને આકાશમાંથી પારખી લેવા છોકરાં ટોળે વળે. રૂપાના તાંતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતાં જ છોકરાં બોલે :

         બીજ માવડી!
         ચૂલે તાવડી
         બે ગોધા ને એક ગાવડી