ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અબ્દુલનબી

From Ekatra Wiki
Revision as of 07:52, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અબ્દુલનબી'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અબ્દુલનબી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૦મા ઇમામ નિઝાર (ઈ.૧૫૮૫-ઈ.૧૬૨૮)ના સમકાલીન. સુરત પાસે કાકરખાડીમાં એમની મઝાર આવેલ છે. એમનાં ૯ અને ૧૦ કડીનાં ૨ ‘ગિનાન’ (મુ.)મળે છે. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. સંદર્ભ : નૂરમ મુવિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત ત્રીજી આ; ઈ.૧૯૫૧. [પ્યા.કે.]