ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરચંદ-૨
Revision as of 09:42, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરચંદ-૨ :''' </span>[ઈ.૧૬૮૯માં હયાત] અંચલગચ્છના જૈ...")
અમરચંદ-૨ : [ઈ.૧૬૮૯માં હયાત] અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં મુનિચંદના શિષ્ય. વિદ્યાવિલાસનું જાણીતું કથાનક ઝડપી ગતિએ રજૂ કરતી ૩ ખંડની દુહા-દેશીબદ્ધ પદ્યવાર્તા ‘વિદ્યાવિલાસ-ચારિત્ર/પવાડો’ (૨. ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, ભાદરવા સુદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : વિદ્યાવિલાસ, પ્ર. ખીઅસિંહ પ્રે. શાહ, ઈ.૧૯૧૫. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨).[કા.શા.]