ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’

From Ekatra Wiki
Revision as of 12:55, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’''' :</span> ધવલ-ધનાશ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’ : ધવલ-ધનાશ્રી રાગમાં ૫૦૦ ઉપરાંત કડીઓમાં શૃંગારરસના આલંબનરૂપ નાયિકાભેદનું વિવરણ રજૂ કરતી દયારામકૃત પ્રસ્તુત કૃતિ(મુ.) હિન્દી રીતિધારાના લક્ષણગ્રંથોની પરંપરાની યાદ અપાવે છે. પુષ્ટિસંપ્રદાયને અભીષ્ટ મુખ્ય સ્વામિની રાધીકાને અનુલક્ષીને રચાયેલી આ કૃતિમા રસિક ભક્તોને શ્રીવલ્લભા રાધિકાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય તેવા ઉદ્દેશથી શૃંગારરસના અંગરૂપ શ્રીવલ્લભાનાં મુખ્યમુખ્ય ચિહ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ, જાતિ ને અવસ્થાનુસાર નાયિકાભેદ, હાવભાવ, દર્શનભેદ, નાયક-નાયિકાનાં દૂતત્વ, મિલાપસ્થાનો, સ્નેહની ૪ અવસ્થા અને નવરસનામકથન કૃતિની વિષયસૂચિ રૂપે તારવી શકાય. [સુ.દ.]