ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમસાગર
Revision as of 05:12, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉત્તમસાગર'''</span> [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈ...")
ઉત્તમસાગર [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક કુશલસાગરના શિષ્ય. ૬૫૦ કડીનો ‘ત્રિભુવનકુમાર-રાસ’ (૨. ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, વૈશાખ સુદ ૩, ગુરુવાર), ૨૩ કડીનું ‘સીમન્ધરજિન-ચંદ્રાવલા-સ્તવન’, ૧૬ કડીની ‘તેર કાઠિયાની સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિસ્તકાસંદોહ: ૨; ૩. જૈકાપ્રકાશ: ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.સો.]