ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋદ્ધિચંદ્ર-૧
ઋદ્ધિચંદ્ર-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. મહોપાધ્યાય કરમોચક ભાનુચંદ્રના શિષ્ય. ૭૩ કડીની ‘મેતારજ-સઝાય’ - (ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, મહા સુદ ૧૩, બુધવાર)ના કર્તા. જુઓ રિદ્ધિચંદ્ર. સંદર્ભ : ૧. જૈન રાસમાળા, પ્ર. મન:સુખરામ કી. મહેતા, સં. ૧૯૬૫; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]