ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણવિજય-૧
Revision as of 11:10, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કૃષ્ણવિજય-૧'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સા...")
કૃષ્ણવિજય-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦થી ઈ.૧૬૫૭)ના શિષ્ય. ચોથા-પાંચમા ચરણની સાંકળી રચના ૧૯ કુંડળિયામાં કુલ્પાક તીર્થનું ચારણી છટામાં વર્ણન કરતા ‘(કુલ્પાકમંડન) શ્રીઋષભજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કુલ્પાકમંડન શ્રી ઋષભજિન-સ્તવન’, સં. સારાભાઈ નવાબ. [કી.જો.]